Motivation જેને આપણે પ્રેરણા કહીએ છીએ. અહીં motivational quotes in gujarati શીર્ષક હેઠળ આપના માટે ઉત્તમ Quotes છે. આપણા દરેક કાર્ય પાછળનું પ્રેરકબળ કામ કરે છે જેને આપણે પ્રેરણા કહીએ છીએ. પ્રેરણા વગર આપણે સૌ ખેતરમાં પડેલા માટીના ઢેફાં જેવા છીએ. આપણાં જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય પરંતુ Motivation ની સકારાત્મક ઉર્જા સાથે આપણે પડકારોનો સામનો કરવા સક્ષમ બનીએ છીએ. આજે દરેક વ્યક્તિ સારા સબંધો, સારુ આરોગ્ય અને સારી આર્થિક પરિસ્થિતિ મેળવવા પ્રયન્તશીલ છે. અને આ બાબતોમાં મળેલી ઉચ્ચ સિધ્ધિનેજ સફળતા કહી શકાય. અહીં motivational quotes આપવામાં આવેલા છે. જે આપને પ્રેરણાથી ભરી દેશે.
“વિજેતાઓ કોઇ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે.”
શિવ ખેરા
“વિજયી બનવાની ઇચ્છા બધાને જ હોય છે પણ એ માટે નક્કર યોજના બનાવી પુરી તૈયારી કરવા માટે ખુબ જ ઓછા લોકો તૈયાર થતા હોય છે.”
વિન્સ લોમ્બરડી
motivational quotes in gujarati
” એ ચાંદની રાતોમાં સુતો, એણે સોનેરી તડકાનો આનંદ માણ્યો, કંઇક કરી છુટવાની તમન્નામાં જિંદગી વિતાવી, આખરે હારીને સ્વીકારી લીધી મૃત્યુની સરણાગતી.
જેમ્સ અલબેરી
“કોઇ આપણું સ્વમાન લઈ શકે નહી, જો આપણે એને આપીએ નહિ તો. “
ગાંધીજી
“તમે જ્યારે પ્ણ તમારી સીમાઓ ઓળંગો છો ત્યારે કંઇક ઉચ્ચ કરી જાવ છો.”
મણિરત્નમ
જુસ્સો બુલંદ હોય તો પહાડ પણ માટીનો ઢગલો લાગે છે.”
છત્રપતિ શિવાજી મહારાજ
“જીવન નો ઉદ્દેશ એટલે હેતુયુક્ત જીવન”
રોબીન શર્મા
“વિશ્વના સૌથી શકિતશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.’
– આનંદ મહિંદ્રા
“ડહાપણને સરળતાથી શીખો કદાપી ભુલો નહીં”
પાયથા ગોરસ
“કોઈ આપણું સ્વમાન લઈ શકે નહીં, જો આપણે એને આપીએ નહીં તો.”
ગાંધીજી
“મનમાં નક્કી કરો, દરેક પગલું તમને પર્વતના શિખર ઉપર જવાની દિશામાં લઈ જશે અને તમે ત્યાં પહોંચશો.”
રોબિન શર્મા, ભવ્યજીવન
“માણસનું મન જે કોઇ સંકલ્પ કરે, જે ધારે એ પ્રાપ્ત કરી શકે.”
નેપોલિયન હિલ
“આપણી પાછળ જે રહ્યુ છે અને આપણી આગળ જે રહ્યુ છે, એની સરખામણીએ આપણામાં શુ રહ્યું છે તે પેલાને ફીક્કુ પાડી દે છે.”
ઇમરસન
“જો તમે દરરોજ એક રીતે કામ કર્યા કરશો તો ચોક્કસ તમે દરરોજ એકજ પરિણામ મેળવશો.”
રોબિન શર્મા
“કોઇ પણ કાર્યના હેતુઓ માટે ઇચ્છાશક્તિ, વિચારની એકાગ્રતા, જોડાય તો એનાથી વધારે ઉપયોગી કશું નથી.”
હેન્રી ફ્રેડરિક એમિયલ
“બીજા લોકો કરતાં ઉત્તમ બનવું એમાં ઉમદા જેવું કશું નથી. તમે પહેલાં જેવા હતાં તેના કરતાં વધારે ઉત્તમ બનો એમાં જ સાચું ઉમદાપણું રહેલું છે.”
પૌરાણિક કહેવત
“સજ્જન માણસ પોતાની જાતે જ અવિરતપણે મજબૂત થતો જાય છે.”
કોંફ્યુસિયસ
“અતિ કિંમતી વસ્તુઓને ક્યારેય ઓછી કિંમતી વસ્તુઓની તુલનામાં મૂકવી નહીં.”
જોન વોન
“જ્યારે તમે હદને બાંધ્યા વિના વિચાર કરો અને મોટાં સપનાં સેવો, અદભુત વસ્તુઓ બનશે અને શક્તિશાળી પ્રવાહ એની મેળે કામ કરશે.”
રોબીન શર્મા, ભવ્યજીવન
“હંમેશા આગળનું વિચારો, હંમેશા પ્રયત્ન કરીને વધારે કામ કરવાનો વિચાર જ મનને એવી સ્થિતિ પ્રાપ્ત કરાવે છે જેમાં કશું જ અશક્ય લાગતું નથી.”
હેનરી ફોર્ડ
“તમારું આંતરિક વિશ્વ જ તમારા બહારનાં વિશ્વને નક્કી કરે છે.”
રોબીન શર્મા, ભવ્યજીવન
“મોટા કાર્યો માત્ર શક્તિથી થઈ શકે નહીં પણ ઘીરજથી થાય.”
સેમ્યુઅલ જહોનસન
Motivational Quotes in Gujarati
“જો મારી માન્યતા હોય કે હું તે કરી શકું, કદાચ મારી પાસે શરૂઆતમાં એ ના હોય તો પણ એવી શક્તિ જરૂર મેળવી શકું .”
રોબીન શર્મા, ભવ્યજીવન
“નવા પ્રદેશના આવિષ્કાર માટે દરિયાઈ સફરે નીકળો ત્યારે સમુદ્ર તટ લાંબા વખત સુધી નહીં દેખાઈ એમ સમજીને જ ચાલવું પડે.”
એન્ડ્રિ ગાઈડ
” ઝાડ પર ચડવામાં બહું ડર હોય છે પરંતુ ફળ ઝાડ પર જ હોય છે ને !”
રોબીન શર્મા, ભવ્યજીવન
” માનવ જીવનનું ધ્યેય છે કર્મ. કેવળ ચિંતન કે વિચાર નહીં. પછી એ વિચાર ભલેને ગમે તેટલો ઉમદા કેમ ન હોય મોટા સંકલ્પ કરતા નાનું એવું કામ પણ હંમેશા બહેતર ગણાય છે.”
થોમસ કાર્લાઇલ
“આપણી કલ્પનાની હદ કેટલી છે એ તો ભવિષ્યમાં આપણે શું આશા રાખીએ છીએ તે જ કહેશે.”
ચાર્લસ એફ કેટરિંગ
“જે કામ તમે આજે કરી શકો છો એ કાલ ઉપર ટાળવાની ભૂલ કદી ના કરતા.”
બેન્જામિન ફ્રેન્કલિન
“અજ્ઞાની હોવા કરતાં તો યોગ્ય રીતે કંઈ પણ શીખવાની ઈચ્છા ન હોવી એ બાબત વધુ શરમજનક છે.”
બેન્જામિન ફ્રેન્કલિન
“આત્મહત્યા હંગામી સમસ્યાનો ઉકેલ છે. “
એબિગેન વેન બુરેન
“શાંત દરિયો કદી કુશળ ખલાસી બનાવતો નથી.”
અજ્ઞાત
Motivational Quotes in Gujarati
“હું એ સૈન્યથી ક્યારેય નહીં ડરું જેમાં સિંહનું નેતૃત્વ એક ઘેટું કરી રહ્યું હોય, મને જે સૈન્યમાં ઘેટાનો લીડર સિંહ હોય તેનાથી ડર લાગશે.”
બેન કિંગ્સલે
“પુસ્તકો વાંચતા રહો પણ યાદ રાખો કે પુસ્તક તો પુસ્તક જ છે, વિચારતા તો જાતે જ શીખવું પડશે.”
મેક્સિમ ગોરકી
“તમે જ્યારે પણ તમારી સીમાઓ ઓળંગો છો ત્યારે કંઈક અલગ અને ઉચ્ચ કરી જાવ છો.”
મણિરત્નમ
“જ્યારે કામમાં આનંદ આવે છે તો જિવન સુંદર થઈ જાય છે જો કામ પસંદ નથી તો જીવન ગુલામી જેવું લાગે છે.
મેક્સિમ
“જો તમે એ ક્ષણની રાહ જોશો જ્યારે દરેક વસ્તુ આપણા હિસાબે તૈયાર હશે તો આપણે ક્યારે શરૂઆત જ નહીં કરી શકીએ.”
ઈવાન તુર્ગનેવ
“અનિર્ણાયક લોકો અને બાળકો માટે કાલ જેવા શબ્દની શોધ કરાઈ હતી.”
ઈવાન તુર્ગનેવ
“મારું જીવન એક મહાન લક્ષ્ય માટે સમર્પિત છે -દેશની આઝાદી . દુનિયાની કોઈ અન્ય કોઈ આકર્ષક વસ્તુ મને લલચાવી જ નહીં શકે.”
શહિદ ભગતસિંહ
“મેં હંમેશા દરેક આફતને અવસરમાં પલટાવવાનો પ્રયાસ કર્યો છે.”
જોન ડી રોકફેલર
“શક્તિ અને ઝનુન થી વધુ અસરકારક ધીરજ અને સમય છે, વાસ્તવમાં તે જ કામ કરે છે.”
જેને દેના કુંતેન
“જે કાંટાઓથી ડરે છે તેને ગુલાબની ઈચ્છા ન રાખવી જોઈએ.”
એન્ડ બ્રોન્તી
“પોતાના પર વિશ્વાસ કરવો એ જ જાદુ છે, તે કરી લીધું તો તમે કંઈપણ કરી શકો છો.”
જોહાન વલ્ફગાંગ વોનગેટે
“જુસ્સો બુલંદ હોય તો પહાડ પણ માટીનો ઢગલો લાગે છે.”
છત્રપતિ શિવાજી મહારાજ