અહિં મિત્રતાને સાચા અર્થમાં સમજવા માટે friendship quotes in gujarati આપવામાં આવેલ છે. આજે દરેક સંબંધો સ્વાર્થી બની ગયા છે. તે પૈકી મિત્રતા પણ બાકી નથી. સાચો મિત્ર શોધવો ખુબજ મુશ્કેલ છે. દુ:ખના સમયે જે મિત્ર સાથે ઊભો હોય અને આપણને મદદરૂપ બને તેજ સાચો મિત્ર કહેવાય. હંમેશા સાચો રસ્તો બતાવી તે રસ્તા પર ચાલવા પ્રેરણા આપે, જિવનના કોઇ પણ પડાવ પર તમારી સાથે હોય એજ સાચો મિત્ર કહેવાય.

“સાચો પ્રેમ ભલે ગમે તેટલો દુર્લભ હોય સાચી મિત્રતા થી હંમેશા ઓછો દુર્લભ હોય છે.”
— આઇન્સ્ટાઇન

“એક માત્ર સેવા જે વાસ્તવમાં એક મિત્ર કરી શકે છે, જે તમારી મહાન છબી બતાવી તમારા સાહસને બનાવી રાખે છે.”
– જ્યોર્જ બર્નાડ શો

“ખરાબ સંબંધો સારા લોકોને બદલી નાખે છે.”
— ગૌતમ બુધ્ધ

“એક સારા મિત્રના પ્રોત્સાહનથી વધારે કશુ નથી.”
—રુસો

“અહીં ના કોઇ મિત્ર છે અને ના કોઇ શત્રુ. સ્વાર્થથી મિત્ર અને શત્રુ એક-બીજા સાથે બંધાયેલા છે.”
—મહર્ષિ વેદવ્યાસ

“મને સ્વર્ગ જવાના અને નર્ક જવાના વિચાર કરવાનું પસંદ નથી કેમ કે, મારા મિત્રો બંનો જગ્યાએ છે.”
—માર્ક ટ્વેન

“દરેક મિત્રતાની પાછળ કોઈને કોઈ સ્વાર્થ હોય છે, એવી કોઈ મિત્રતા નથી જેમાં સ્વાર્થ ના હોય, આ એક કડવું સત્ય છે.”
—ચાણક્ય

“ક્યારેય એવી મિત્રતા ના કરો જે તમારાથી વધારે કે ઓછી પ્રતિષ્ઠિત હોય. એવી મિત્રતા આપને ક્યારેય ખુશી આપી શકશે નહીં.”
—ચાણક્ય

“જાનવર ફક્ત તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ખરાબ મિત્રો તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે.”
—ગૌતમ બુધ્ધ

“મિત્રને હંમેશા દિલથી પ્રેમ કરો નહીં કે પોતાની જરૂરિયાતોથી.”
—ગૌતમ બુધ્ધ

“મિત્રતા પર આધારિત વ્યવસાય કરતા વ્યવસાય આધારિત મિત્રતા બહેતર છે.”
—જોન ડી રોકફેલર

“એક વિવેક વગરના મિત્રથી ખતરનાક કંઈ જ નથી તેનાથી તો બુદ્ધિશાળી શત્રુ સારો છે.”
—જેને દેના કુંતેન

“દુશ્મનની દોસ્તી કરતાં દોસ્તની દુસ્મની વધુ સારી”
—પાયથાગોરસ

“વિદ્યા, શુરવીરતા, દક્ષતા, બળ અને ધીરજ એ પાંચ મનુષ્ય ના સ્વાભાવિક મિત્ર છે. બુધ્ધિશાળી લોકો હંમેશા તેની સાથે રહે છે”.
— મહર્ષિ વેદવ્યાસ