self respect life quotes in Gujarati | motivational quotes
અહી life quotes in gujarati માં કેટલાક ઉપયોગી gujarati quotes નો સમાવેશ કરવામાં આવેલ છે. “બેટા તારો જન્મ થયો ત્યારે તુ રડ્યો હતો, પણ જગતે હસીને તારા જન્મની ખુશીમનાવી હતી. હવે તુ એવુ જીવન જીવજે કે તુ મરે ત્યારે તારા ચહેરા પર હાસ્યહોય, પણ તારી પાછળ જગત રડતું હોય.” આ એક સંસ્કૃત કહેવતમાં સમગ્ર જીવનનો સાર આવી જાય છે. વ્હાલા મિત્રો, મનુષ્ય તરીકે આપણો જન્મ થયો છે એનો ચોક્કસ હેતુ છે અને તે છે હેતુયુક્ત જીવન. જ્યારે આપણે મરણ પથારીએ પડ્યા હોય ત્યારે અફસોસ ન રહે કે મારે જે બનવુ જોઇતુ હતુ તે હુ બની ન શક્યો, મારે જે કરવુ જોઇતુ હતુ તે હુ કરી ન શકયો. અહી આપવામાં આવેલા gujarati quotes આપણા જીવનને નિકટથી સમજવા માટે મદદરૂપ થશે. અને આપના પ્રિયને આપ મોકલીને તેમને પણ ઉપયોગી જીવન જીવવા મદદરૂપ થશો.

“જીવનનો ઉદ્દેશ એટલે હેતુયુક્ત જીવન.”
રોબિન શર્મા

“વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.”
આનંદ મહિન્દ્રા

life quotes in gujarati
” જે વસ્તુને મન યાદ રાખવા માગે છે તે તેને ભૂલી જાય છે, અને જે વસ્તુને ભૂલી જવા માંગે છે તેને તે સતત યાદ રાખે છે.”
–રોબીન શર્મા

” કામ કદી મોટા નથી હોતા કામ તો હંમેશા નાના જ હોય છે પણ ખૂબ પ્રેમથી એ કામ કરીએ એટલે તે મોટા બને છે”
–મધર ટેરેસા

“જો કોઇ વ્યક્તિ સપનાઓની દિશામાં વિશ્વાસથી આગળ વધે અને એવું કલ્પેલું જીવન જીવવાનો પ્રયત્ન કરે તો ન ધારેલા સમયમાં સફળતા હાંસલ કરી શકશે.”
–થોરો

“મૃત્યુ એ જીવનની કરુણા નથી પણ આપણે જિંદગી જીવતા રહીએ અને આપણી અંદર રહેલા સત્વને મરવા દઈએ એ જ છે જીવનની સાચી કરુણા.”
– નોર્મન કજીન્સ

“હે પૂર્ણ, તારે ચરણે જે કંઇ છે તે બધુ છે, ને છે; નથી એવો ભય તો કેવળ મારોજ છે. તેથી હુ દિન-રાત રડ્યાં કરુ છું.”
– ટાગોર

” મહાન વસ્તુની પ્રાપ્તિ ક્યારેય ઉત્સાહ કે લગન વિના થતી નથી”
– રોલ્ફ વેલ્ડો ઇમરશન
“જે વિચારો ભાવનાઓની કોઈ પણ લાગણીઓ સાથે ભળેલા હોય, તે એક ચુંબકીય બળ બનાવે છે, જે અન્ય તેના જેવા જ અથવા સંબંધિત વિચારોને આકર્ષે છે.”
નેપોલિયન હિલ

“જો તમે તમારી સમસ્યાઓને અવગણવાને બદલે તેમનો સામનો કરો તો તમે તેમની સામે વ્યવહાર કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશો.”
– દલાઇ લામા

“તમારા દિવસો તમે જે રીતે જીવશો એ પ્રમાણે તમારું જીવન કંડારી શકશો.”
– રોબીન શર્મા
તમારી અંદર દીવાની એક વાત પડેલી છે જે તમારા આત્માનો પ્રકાશ બનવાની રાહ જુએ છે, જ્યારે આ અંદરની જ્યોત તેજસ્વીતાપૂર્વક ઝળહળે છે ત્યારે તમે તમારા જીવનમાં અદભૂત જાગૃતિ અનુભવો છો .
– બ્રેડફોર્ડ કીને
તમારી જિંદગીમાં વધુ સારું મેળવવા માટે કૃતજ્ઞતાનો ભાવ અનિવાર્ય છે.
– માર્શી શિમોફ
તમારો દરેક વિચાર એ ખરેખર અસલી ચીજ છે, એ એક શક્તિ છે.
– પ્રેન્ટિસ મલફર્ડ

“તમે તમારા શબ્દો કરતાં તમારા જીવન વડે વધુ સારો ઉપદેશ આપી શકો છો.”
– ઓલિવર ગોલ્ડ સ્મિથ
દરેક વખતે કશાક માટે તમે હા કહો એ અગત્યનું નથી પણ તમે ના કહો તે વધારે મહત્વનું છે.
– રોબીન શર્મા
બધી જ અશ્રેષ્ઠ બાબતોને અત્યારે જ અટકાવી દેવી તે જ શ્રેષ્ઠ તરફનો માર્ગ છે.
– ટોમ પીટર્સ
ભર શિયાળે, મેં જોયું કે મારી અંદર એક અજય ઉનાળો હોય છે.
– રોબીન શર્મા
“મને કહેવું ગમે છે કે, જોખમનો હંમેશા બદલો મળે છે- શું કરવું જોઈએ ? અને શું નહીં તે તમે તેમાંથી જ શીખો છો.
– જોનશ સાક

“મૃત માણસ જ ફક્ત સમસ્યા વિનાનો હોય છે.
– રોબિન શર્મા

“સાચું જોખમ એ જોખમ રહિત જીવવામાં રહેલું છે.”
– રોબીન શર્મા
“સારી વ્યક્તિ કેવી હોવી જોઈએ તેના વિશે વાત કરવાનું છોડો અને માત્ર તે વ્યક્તિ બનો.”
– માર્ક્સ ઓયેલિયાસ
“હેતુ સાથે નિર્ભિક પણે જોડાયેલા વિચારો સકારાત્મક બળ બને છે જેવો આ જાણે છે તેઓ માત્ર ઢોચુ પોચું થતા વિચારો તથા વધઘટ થતી લાગણીઓનું પોટલું બનાવવાને બદલે કશુક વધારે તથા મજબૂત બનવા માટે તૈયાર હોય છે.”
– જેમ્સ એલન

“જીવન એક માણવા જેવી અને જાણવા જેવી મૂલ્યવાન ઘટના છે ક્યારેક જાણનાર માણવાનું ચૂકી જાય છે, અને જાણવા મથનાર માણવાનું ચૂકી જાય છે. જાણવા અને માણવાનો સમન્વય જ જીવનને સાર્થક કરનારો છે.”
– ગુણવંત શાહ
“એ રમત નો અર્થ ન સમજી શકાયો, જીત પણ જ્યાં એક વર્ષની હાર લાગે.”
– મયંક ઓઝા
” કેટલીક સવારો એવી પણ હોય છે, જ્યારે હું રડતો રહું છું, મારા મનમાં મારા માટે શોક જ હોય છે. કેટલીક સવારો હું ઘણો ગુસ્સામાં અને કડવાસ વાળો હોઉં છું. પણ એ બહુ લાંબુ ચાલતું નથી, હું ઉભો થઈ જાઉં છું મારે જીવવું છે, ગરીમા સાથે, હિંમત સાથે, હાસ્ય સાથે અને માનસિક શાંતિ અને સ્વસ્થતા સાથે.”
– મોરે સ્વાર્ટ્સ્ઝ
“જગતમાં પ્રત્યેક સુધારા પાછળ ‘વિચારબીજ’ જવાબદાર છે. માત્ર ચક્ષુહીનતા જ નહીં વિચારતાહીનતા અને દિશાહીનતા પણ માણસના જીવનમાં અંધકાર પાથરે છે.”
– વલ્લભભાઇ ઈટાલિયા

“જેમ પગમાં કાંટો વાગતા શરીરમાં વેદના અનુભવાય છે, અને કાંટો કાઢી લેવાય ત્યારે શલ્ય રહિત થવાથી શાંતિ અનુભવાય છે. તેમ જેણે દોષો પ્રગટ નથી કર્યા તે કપટી આત્મા અંતરથી બેચેન રહે છે. અને જો દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તો તે શુદ્ધ થવાથી શાંતિ અનુભવે છે.”
– વિનોબા ભાવે
“જો ખરેખર આપણે એક માનવી તરીકે ગૌરવથી જીવવું હોય તો કોઈના ય વિચાર કે મત સમક્ષ સરણાગતિ સ્વીકાર્યા વિના જ આપણી વિવેક શક્તિને આધારે જીવન ઘડવુ જોઈએ. “
– રમણ પાઠક
“બીજાની લાઈક કોપી કરવાને બદલે ખુદની લાઇફને વધુ સજાવીએ.”
– જય વસવાડા

“માનવી હોવાની સૌથી વિશ્વસનીય નિશાની એટલે ભૂલ થવાની અપાર શક્યતા.”
– ગુણવંત શાહ
“અત્યંત ઉત્સાહથી ચિત્ત ભમવા લાગે છે. અને ઉત્સાહ શિથિલ થતા આળસ આવે છે. તેથી ભુસમતા સંપાદન કર સમત્વ કેમ પ્રાપ્ત કરવુ તે શીખ.
– ભગવાન બુધ્ધ.

“આજ પળે ખુશ થઈ જવું કારણકે આજ તો જીવન છે”
– બેન કિંગ્સ લે
“આપણે જીવનમાં જે વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ તેનાથી આપણા ચરિત્ર વિશે જાણી શકાય છે.”
– જોન લોક
“આપણી જરૂરિયાત જેટલી ઘટે, એટલા આપણે નિર્ભય થઈએ છીએ.”
– રવિશંકર મહારાજ
“આપણે વિચારીએ બહુ છીએ પરંતુ અનુભવ ઘણો ઓછો કરીએ છીએ.”
– ચાર્લી ચેપ્લિન

“કઈ વસ્તુ સૌથી વધુ અગત્યની છે મહાન જીવન જીવવા માટે એ યાદ રાખવું જોઈએ.”
– રોબીન શર્મા
“કામ ત્રણ મોટી બુરાઈ થી બચાવી છે કંટાળો. અવગુણો અને જરૂરિયાતો.”
– વોલ્ટેર
“ખુશી ત્યારે નાની લાગે છે એ જ્યાં સુધી તમારા હાથમાં છે અને જ્યારે તે જતી રહે છે ત્યારે સમજાય છે કે તે કેટલી મોટી અને મૂલ્યવાન હતી.”
– મેક્સિમ ગોરકી
“ઘણા લોકો ખાઈખાઈને મરે છે. ઘણા પી-પીને મરે છે. ઘણા કમાઈ-કમાઈને મરે છે. બહુ ઓછા જીવી-જીવીને મરે છે!”
– ગુણવંત શાહ
“જવાબદાર લોકો સિદ્ધાંતો પર ચાલે છે.”
– આનંદ મહિન્દ્રા
“જિંદગી શિક્ષક દ્વારા નાના બાળકને શાળામાંથી ઘરકામ માટે આપેલા ગણિતના દાખલાઓ જેવી છે.
– રયુહો ઓકાવા
” જીવન નજીકથી જોવામાં દુઃખ જ દુઃખ છે પરંતુ દૂરથી જોવામાં કોમેડી છે.”
– ચાર્લી ચેપ્લિન
“જીવન સારું હોઈ શકે છે, જો લોકો પોતાને એકલા છોડી દે.”
– ચાર્લી ચેપ્લિન
“જીવનમાં જેટલા ઉતાર ચઢાવ હું જોઉં છું એટલી જ મારી જાતને વધારે મજબૂત અનુભવું છું.”
– અભિનેત્રી અનુષ્કા શર્મા
“જીવનમાં બદલાવનું સ્વાગત ખુશીથી કરો.”
– પાવર ઓફ પોઝિટિવ થીંકીંગ
“જીવનમાં સૌથી મોટી રાહત જે તમે વિચારો છો તે કહી શકવાની ક્ષમતામાં છે.”
– વોલ્ટેર
“જુઠા આરોપો લગાવનારા માટે સૌથી સારો જવાબ મૌન હોય છે.”
– જોન મિલ્ટન
“જે વ્યક્તિ થોડામાં ખુશ રહે છે તે જ સૌથી વધુ ખુશ હોય છે.”
– ગૌતમ બુદ્ધ
” જે સમયનો સદુપયોગ કરે છે તેમને સમય વધુ લાગે છે.”
– લિયોનર્દો દ વીંચી
“જેમ એક સારી રીતે વિતાવેલો દિવસ સારી ઊંઘ અપાવે છે તે જ રીતે સારી રીતે વિતાવેલું જીવન પણ સુખદ મોત લઈને આવે છે.”
– લિયોનર્દો દ વીંચી
“જો મારી પાસે અખૂટ સંપત્તિ હોય તો પણ હું ગરીબ વ્યક્તિની જેમ જ રહેવાનું પસંદ કરીશ.”
– પાબલો પિકાસો
“જ્યારે કામમાં આનંદ આવે છે તો જીવન સુંદર થઈ જાય છે.”
– મેક્સિમ ગોરકી
“ટેવોનું હાડપિંજર માનવ દેહને ધારણ કરે છે.”
– વર્જિનિયા વુલ્ફે
“તમારા આદર્શ સમજી વિચારીને પસંદ કરો.”
– આનંદ મહિંદ્રા
“તમે જીવતા રહો છો ત્યાં સુધી લોકોનો તમારામાં રસ રહે છે.”
– મિતાલી રાજ
“તમે દરરોજ સ્વયંને રીન્યુ કરો છો, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળે છે જેથી જ જીવનનું સંતુલન રહે છે.”
– સત્ય નડેલા
“તમે ફક્ત એ જ ચીજ ખોઈ નાંખો છો જેની સાથે તમે ચીપકી જાઓ છો.”
– ગૌતમ બુદ્ધ
“દરેક મેચ એક શીખ આપે છે, તમે તે રમીને જ જાણી શકો છો.”
– મિતાલી રાજ
“દુશ્મનના સારા ગુણોને પણ અપનાવવા જોઈએ.”
– ચાણક્ય
“પહેલા આપણે જીવનમાં ટેવો પાડીએ છીએ પછી તેઓ આપણા જીવનનો ઘાટ ઘડે છે.”
– જોન ડ્રાયડ
“પોતાનું કામ સારી રીતે કર્યા પછી સંતોષ લઈને આરામ કરો, બીજા તમારા વિશે શું વાત કરે છે તે ચિંતા ના કરો.”
– પાયથાગોરસ
“મને લાગે છે કે યોગ્ય સમયે ખોટું કામ કરવું જીવનની વિડંબનામાનું એક છે.”
– ચાર્લી ચેપ્લિન
“ધ્યાનથી જ્ઞાન પેદા થાય છે અને ધ્યાન વિના જ્ઞાન ખોવાઈ જાય છે.”
– ગૌતમ બુદ્ધ
“માણસનો જ્યાં સુધી પોતાના પર કાબુ ના હોય ત્યાં સુધી તે સ્વતંત્ર ન થઈ શકે.”
– પાયથાગોરસ
“માનવ જીવનનું ધ્યેય છે કર્મ, કેવળ ચિંતન કે વિચાર નહીં પછી એ વિચાર ભલેને ગમે તેટલો ઉમદા કેમ ન હોય મોટા સંકલ્પ કરતા નાનું એવું કામ પણ હંમેશા બહેતર ગણાય છે.”
–થોમસ કાર્લાઇલ
“મારા સૌથી નજીકનો પાડોશી હું ખુદ છું.”
– ક્રિષ્ટીયાનો રોનાલ્ડો
“મૃત્યુ એ જીવનની કરુણા નથી પણ આપણે જિંદગી જીવતા રહીએ અને આપણી અંદર રહેલા સત્વને મરવા દઈએ એ જ છે જીવનની સાચી કરુણા.”
– નોર્મન કજીન્સ
“રોજ ચાલવાનું રાખો. પરસેવો વળે ત્યાં સુધી ચાલો. શરૂઆતમાં સુગર બળે છે અને પછી ચરબી બળે છે. જે બળ્યું તે જ ફળ્યું! ચલના જીવન કા નામ, ચલતે રહો સુબહ-શામ!”
– ગુણવંત શાહ
“માનવ જીવનનું ધ્યેય છે કર્મ, કેવળ ચિંતન કે વિચાર નહીં પછી એ વિચાર ભલેને ગમે તેટલો ઉમદા કેમ ન હોય મોટા સંકલ્પ કરતા નાનું એવું કામ પણ હંમેશા બહેતર ગણાય છે.”
– થોમસ કાર્લાઇલ
“લોકો તમને નફરત કરશે કારણ કે તમે બેસ્ટ છો.”
– ક્રિષ્ટીયાનો રોનાલ્ડો
“વધુ શબ્દોમાં થોડું કહેવાના બદલે ઓછા શબ્દમાં વધુ કહેવાનો પ્રયાસ કરો.
–પાયથાગોરસ
“વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.
– આનંદ મહિન્દ્રા
“શબ્દ મૌન થી વધુ કિંમતી હોવા જોઈએ નહીં તો ચૂપ રહેવું જ યોગ્ય છે.”
– પાયથાગોરસ
“શું હું ગત વર્ષ કરતા બહેતર સ્થિતિમાં છું આ જ જીવનને માપવાની પદ્ધતિ છે.”
– સત્ય નડેલા
“સન્માન થી મરવું અપમાનિત થઈને જીવવા કરતા સારું છે.”
– ક્રિષ્ટીયાનો રોનાલ્ડો
“હા અને ના આ દુનિયાના સૌથી જૂના અને નાના શબ્દો છે પણ તેનો ઉપયોગ કરવા માટે સૌથી વધુ વિચારવાની જરૂર પડે છે.”
– પાયથાગોરસ
“હું ઇચ્છું છું કે લોકો જાણે કે હું માણસ છું અને એટલે જ પરફેક્ટ નથી.”
– અભિનેત્રી અનુષ્કા શર્મા
“હું ઈશ્વર સાથે શાંતિથી રહું છું મારી ટક્કર તો માણસો સાથે છે.”
– ચાર્લી ચેપ્લિન
” હું માનું છું કે એક શું વ્યવસ્થિત જીવન માટે બચત જરૂરી છે.”
– જોન ડી રોકફેલર
” તમારી જાતને કોઇની સાથે અને તમારા વિકાસને બીજાઓની સાથે સરખાવશો નહી. તમે પોતેજ વિશેષ છો અને તમારી પોતાની લાક્ષણિક્તાઓ અને ગુણવત્તા પણ તમારી પોતાની છે. “
– રોબિન શર્મા, ભવ્ય જીવન
“ભોજન કદાચ ભુલી જાવ, પણ અંગત વિકાસ માટેના સમયને ભુલશો નહીં.”
– રોબીન શર્મા, ભવ્યજીવન
“વિચાર એ શક્તિ છે, જીવંત પરિબળ, સૂક્ષ્મ અને અટકાવી શકાય નહીં એટલું પ્રચંડ છે અને વિશ્વમાં એનું અસ્તિત્વ છે. વિચારો એ જીવંત વસ્તુ છે.”
– સ્વામી શિવાનંદ
“જીવનશક્તિને કેવી રીતે વહેતી કરશો. જીવનથી ગભરાશો નહી. એ જીવવા માટે યોગ્ય છે એમ માનો અને તમારી માન્યતા વાસ્તવિકતા સર્જવામાં મદદ કરશે.”
– વિલિયમ જેમ્સ
” સાચી દિશાની માનસિકતાથી માણસ ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. એને કોઇ અટકાવી શકે નહીં. ખોટી માનસિકતાવાળા વાણસને પૃથ્વી ઉપરની કોઇ વસ્તુ મદદરૂપ થઈ શકે નહી.”
– ડબલ્યુ. ડબલ્યુ. જીગે.
“તમારું આંતરિક વિશ્વ જ તમારા બહારનાં વિશ્વને નક્કી કરે છે.”
– રોબીન શર્મા, ભવ્યજીવન
“મારું ધ્યેય, એક સત્યશીલ ચારિત્રવાન અને પ્રામાણિક સંવાદિતાવાળી વ્યક્તિ બનવાનું, દેશ માટે કંઇક કરી છુટવાનું, શારિરીક સંપૂર્ણ સ્વાસ્થ અને માનસિક પવિત્રતાવાળા થવાનું છે. મારે શ્રેષ્ઠ કુટુંબ હોય અને ધંધાકીય જીવમમાં આર્થિક રીતે સમૃધ્ધ હોઉં અને મારું જીવન અત્યંત ઉત્સાહ અને આનંદ સાથે જીવી શકું”
– રોબીન શર્મા- ભવ્યજીવન
“જે માણસ પાસે કસરત કરવાનો સમય નથી એણે માંદગીને માટે સમય આપવો જ પડે છે.”
– રોબીન શર્મા, ભવ્યજીવન
“સાચો આનંદ મનની પ્રવૃતિ અને શરીરની કસરતથી મળે છે. આ બંને સદા જોડાયેલા છે.”
–હોમ્બોલ્ડટ
“સારી રીતે શ્વાસ લેવો એજ સારી રીતે જીવવું છે.”
– રોબીન શર્મા, ભવ્યજીવન
“ખુશ રહેવા માટે માત્ર એક જ મંત્ર છે. અપેક્ષા ફક્ત પોતાના પર રાખો અન્ય કોઈ વ્યક્તિ પર નહીં.”
– એ.પી.જે. અબ્દુલ કલામ
“હું એ વાતને સ્વીકારવા તૈયાર હતો કે હું કેટલીક વસ્તુઓને બદલી શકીશ નહીં.”
– એ.પી.જે. અબ્દુલ કલામ
“ફૂલોની સુગંધ હવાની દિશામાં વધે છે પરંતુ એક વ્યક્તિ નું સારાપણું દરેક દિશામાં ફેલાય છે.”
– ચાણક્ય
“ભલે કાગડો એક ઊંચા મકાન પર બેઠે બેઠેલો હોય તો પણ એને ગરુડ કહી શકાતો નથી એ જ રીતે એક વ્યક્તિ નું સન્માન એમના ગુણોથી નક્કી થાય છે તેની ઊંચાઈ સ્થિતિ કે ધન થી નહીં.”
– ચાણક્ય
” જરૂરથી વધારે ઈમાનદાર થવું જરૂરી નથી, વધારે ઈમાનદાર થવું સ્વાસ્થ્ય માટે સારું નથી કેમકે લોકો સીધા વૃક્ષોને પહેલા કાપી નાખે છે.”
– ચાણક્ય
“આપણે ભૂતકાળની બાબતે પસ્તાવો કરવો જોઈએ નહીં કે ભવિષ્ય વિશે ચિંતા કરવી જોઈએ વિવેકાધીન વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જ જીવે છે.”
– ચાણક્ય
“પોતાની સમસ્યાઓને બીજાઓ સાથે વહેંચવી જોઈએ નહીં કેમકે લોકો આપણી કમજોરી ની મજાક ઉડાવે છે અને એના પર હશે છે અને એનો લાભ ઉઠાવે છે.”
– ચાણક્ય
“કમાણીથી વધારે ખર્ચ કરવાવાળા વ્યક્તિ અને મહિલાઓ પર ખરાબ નજર રાખવાવાળા વ્યક્તિનું પતન થવામાં વધારે સમય લાગતો નથી.”
– ચાણક્ય
“જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ મળવું સમયની વાત છે, પરંતુ મૃત્યુના પછી લોકોના દિલમાં જીવતા રહેવું એ કર્મોની વાત છે.”
– ભગવાન બુધ્ધ
khub surdar vicharo raju karela che.